Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

તાપીના ઉકાઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

લાંબી માંદગીથી પીડાતા હોવાના કારણે આપઘાત કર્યાનું તારણ :

તાપીઃ ઉકાઈ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી હતી. હેડ કોન્સ્ટેબલે તેમના ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા તેમની સાથે કામ કરતા સાથીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


મળતી માહિતી પ્રમાણે, આત્મહત્યા કરનારા હેડ કોન્સ્ટેબલનું નામ અવિનાશભાઈ ગામીત છે. તેઓ મૂળ વ્યારા તાલુકાના વડકુઈ ગામના રહેવાસી હતા. લાંબી માંદગીથી પીડાતા હોવાના કારણે તેમણે ખેતરમાં ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

(9:38 pm IST)