Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઇન્કમટેક્સ એસસી-એસટી કર્મી અમદાવાદમાં એકત્રિત

રિર્ઝવેશન ઇન પ્રમોશન-સર્વિસને લઇ પ્રશ્નો : ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્ષ એસસી અને એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર ફેડરેશન વાર્ષિક સભામાં હજારો પ્રતિનિધિ પહોંચ્યા

અમદાવાદ, તા.૧૧ : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના એસસી-એસટી કર્મચારીઓ આજે ભારતભરમાંથી અમદાવાદ ખાતે એકત્ર થયા હતા. રિર્ઝવેશન ઇન પ્રમોશન અને ઇન સર્વિસમાં થતા અન્યાય અને પક્ષપાતને લઇ એસસી-એસટી કર્મચારીઓઓ ભારે રોષ અને નારાજગી વ્યકત કર્યા હતા. ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્ષ એસસી-એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર ફેડરેશનની વાર્ષિક સભામાં દેશભરમાંથી હજારો પ્રતિનિધિઓ ઉમટયા હતા, જેમાં ફેડરેશનના સેક્રેટરી જનરલ બાબાસાહેબ ભોંસલેએ ઉપસ્થિત હજારો એસસી-એસટી કર્મચારીઓને રિર્ઝવેશન ઇન પ્રમોશન અને સર્વિસમાં થતા અન્યાય અને આઇટી ડિપાર્ટમેન્ટમાં એસસી-ેએસટી કર્મચારીઓના હિતમાં રિર્ઝવેશન બચાવવા એકજૂથ થઇ લડત આપવાની હાકલ કરી હતી. ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્ષ એસસી-એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર ફેડરેશનની વાર્ષિક સભા બાદ એકઝીકયુટીવ કમીટીની પણ મહત્વની બેઠક મળી હતી, જેમાં આગામી કાર્યક્રમો અને લડતની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી.

            આ સમગ્ર મામલે ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્ષ એસસી-એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર ફેડરેશનના સેક્રેટરી જનરલ બાબાસાહેબ ભોંસલે અને જોઇન્ટ સેક્રેટરી ચંદ્રકાંત જાદવે જણાવ્યું હતું કે, દેશના ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં એસસી-એસટી કેટેગરીના હજારો કર્મચારીઓના રિર્ઝવેશન, રોસ્ટર અને ઓન મેરીટ, બેકલોગ ભરવા સહિતના કેટલાક મહત્વના પ્રશ્નો છેલ્લા ઘણા લાંબા સમયથી પડતર છે. ખાસ કરીને આ મામલે જુદા જુદા રાજયોમાં પિટિશનો પણ થયેલી છે અને તેની સામે સુપ્રીમકોર્ટમાં પણ પિટિશનો દાખલ થયેલી છે, જેમાં હવે આ મહત્વનો કેસ ફાઇનલ હીયરીંગ પર આવી ગયો છે. સંભવત : તા.૨૮મી જાન્યુઆરીએ આ કેસમાં સુપ્રીમકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરાય અનેઆગામી દોઢ-બે મહિનામાં તેનો ઝડપથી ચુકાદો આવી જાય તેવી અમે આશા રાખી રહ્યા છીએ. ફેડરેશનના સેક્રેટરી જનરલ બાબાસાહેબ ભોંસલે અને જોઇન્ટ સેક્રેટરી ચંદ્રકાંત જાદવે વધુમાં ઉમેર્યું કે, ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં જ ૨૦૦૭-૦૮ પછીથી કલાસ-૧ની ૩૦૦ જેટલી જગ્યાઓ બેકલોગ બોલે છે, જે હજુ સુધી ભરાઇ નથી. સમગ્ર દેશમાં તમામ વર્ગની જોઇએ તો, કુલ સાડા ત્રણ હજારથી વધુ જગ્યાઓ બેકલોગ છે, જે પણ કાનૂની દાવપેચમાં અટવાઇ છે.

              દેશના બંધારણમાં જે અધિકારો અને જોગવાઇઓ બક્ષાઇ છે, તેનું ખરા અર્થમાં કેન્દ્ર સરકાર દ્વારા પાલન નથી થઇ રહ્યું છે અને તેનો સીધો ભોગ એસસી-એસટીના કર્મચારીઓ બની રહ્યા છે. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટમાંથી અંતિમ ચુકાદા મારફતે શકય એટલો વહેલો ન્યાય મળે તેની રાહ જોઇને અમે બેઠા છીએ. રિર્ઝવેશન ઇન પ્રમોશન અને સર્વિસમાં અન્યાયના કારણે નોકરીમાં એસસી-એસટી કર્મચારી ખરેખર લાયકાત ધરાવતો હોવાછતાં અને પાત્રતા ધરાવતો હોવાછતાં ઘણીવાર જુનીયર કર્મચારીઓ પ્રમોશન અને ભરતીમાં આગળ નીકળી જતા હોય છે. અમે આ સમગ્ર મુદ્દાઓ પરત્વે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરેલી છે. આગામી દિવસોમાં સુપ્રીમકોર્ટમાં આઇટી ડિપાર્ટમેન્ટના એસસી-એસટી કર્મચારીઓ તરફથી મજબૂત પક્ષ રાખવા અને તરફેણમાં ન્યાય આવે તે પ્રકારે અસરકારક રજૂઆત અને દસ્તાવેજો રજૂ કરવાની તૈયારીઓ હાલ ચાલી રહી છે. ફેડરેશનની આજની સભામાં ચેરમેન સતીષભાઇ સોલંકી, પ્રુમખ શૈલેષ સોલંકી, ટ્રેઝરર બી.એમ.સોલંકી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(9:24 pm IST)