Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

દાહોદના હાઈવે પર ત્રિપલ દુર્ઘટના : ત્રણના મોત થયા

કાળીમોવડી-લીમડી હાઇવે પર વિચિત્ર અક્સ્માત : ત્રણ ભાઇઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી અપાયા

અમદાવાદ,તા. ૧૧  : દાહોદ જિલ્લાના કાળીમોવડી-લીમડી હાઇવે પર ટેમ્પો, ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગમખ્વાર અને વિચિત્ર એવા ટ્રીપલ અકસ્માતમાં એક પરિવારના ત્રણ ભાઇઓના કરૂણ મોત નીપજવાના કારણે પરિવારમાં શોકનો માતમ છવાયો હતો.

            અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ જિલ્લાના કાળીમોવડી-લીમડી હાઇવે પર આજે બપોરે પૂરપાટ ઝડપે જઇ રહેલી ટ્રક, ટેમ્પા અને એક બાઇક વચ્ચે વિચિત્ર પ્રકારનો ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર ત્રણ ભાઇઓના કરૂણ મોત નીપજયા હતા. ચોંકાવનારી અને આઘાતજનક વાત હતી કે, મૃતક ત્રણેય ભાઇઓ એક પરિવારના હતા, બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. લોકોની ભારે ભીડના કારણે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતક ભાઇઓના મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યાહતા. અકસ્માતના બનાવને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને એક પરિવારના ત્રણ ભાઇઓના મોતને લઇ લોકોમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

(8:32 pm IST)