Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સાયલેજ પ્રોજેકટ દ્વારા ગિરિમાળા ખેડૂત ઉત્પાદકનું પ્રશંસનીય સાહસ

300 વીઘા સાયલેજ મકાઈ વાવેતર: કાપણીનો સમયગાળો થતાં સાયલેજ પ્રોજેક્ટ પ્લાન્ટ શરૂ

મોડાસા;- અરવલ્લી જિલ્લામાં રિલાયન્સ ફાઉન્ડેશન પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક મેઘરજ અને માલપુર તાલુકાના બારસો સભાસદો સાથે જોડાયેલ ખેડૂત ઉત્પાદક કંપની છે જે છેલ્લા ત્રણ વર્ષથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવામાં મહત્વની કામગીરી હાથ ધરેલ છે  ઉપરાંત ખેતી વિષયક માર્ગદર્શન માટે તાલીમ  નિદર્શન દ્વારા ખેડૂતોને સક્ષમ કરવા માટે પાયાની કામગીરી હાથ ધરેલ છે  

  તાજેતરમાં  અહીંના વિસ્તારની માંગને ધ્યાનમાં રાખી  મેઘરજ અને માલપુર તાલુકાના ઉત્સુક ખેડૂતો સાથે ભૌગોલિક સ્થિતિ અને જરૂરિયાતને ને ન્યાય આપવા  અહીંની  જમીનમાં મકાઈ વાવેતરના ઉત્પાદન માંથી વધુ આવક મેળવી શકે તે હેતુથી સાયલેજ પ્રોજેક્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું 

   પ્રસ્તુત સાયલેજ પ્રોજેકટને અમલમાં મૂકવા માટે રસ ધરાવતા સક્રિય ખેડૂતો સાથે ગત ઓક્ટોમ્બર ,નવેમ્બર મહિનામાં 300 વીઘા સાયલેજ મકાઈ વાવેતર હાથ ધરવામાં આવ્યું હતું જેનો કાપણીનો સમયગાળો થતાં સાયલેજ પ્રોજેક્ટનો પ્લાન્ટ શરૂ કરવા આજ રોજ 100 ખેડૂતોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કાર્યક્રમ  હાથ ધરવામાં આવ્યો . જેમાં રિલાયન્સ માંથી પરવીન ગુપ્તા ,ભરત પટેલ , મુકેશ કલાલ અને જયરામ દેસાઈ હજાર હથા!

    ઉપરોક્ત સાયલેજ પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના ચેરમેન દ્વારા સાયલેજ પ્રોજેક્ટ વિશે સમજ આપતા જણાવ્યું હતું કે "અહીંના ખેડૂતોની સક્રિયતા અને કંપની તરફનો લગાવ પ્રોજેકટને સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજેવલ છે સાયલેજ પ્રોજેક્ટ દ્વારા  કંપની મારફતે અંદાજે 4000 મેટ્રિક ટન સાયલેજ બનાવવાનું  લક્ષ  નિર્ધારિત કરેલ છે અને મને વિશ્વાસ છે કે અમો નિર્ધારિત કરેલ લક્ષ સફળતા પૂર્વક પાર પાડીશું ".

     ઉપરોક્ત પ્રોજેક્ટને સફળ કરવા માટે ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીને રિલાયન્સ ફાઉન્ડેશન ટેકનિકલ સપોર્ટ આપી  પાયાનું યોગદાન હાથ ધરેલ છે.

(7:03 pm IST)