Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વિરમગામમા આનંદમંદિર સ્કૂલ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી

ઉતરાયણ દરમિયાન ચાઈનીઝ વસ્તુઓ નો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ઉતરાયણના પર્વ દરમિયાન બાળકો , યુવાનો સહિત વડીલો વહેલી સવાર થી ધાબા પર ચડી પતંગ ચડાવવાની મજા માણતા હોય છે. જેમાં કેટલીક વખત જાણે અજાણે નિર્દોષ પક્ષીઓ પતંગ અથવા દોરી માં ફસાઈ ને ઘાયલ કે મૃત્યુ પામતા હોય છે.  

   વિરમગામ માં આવેલ આનંદમંદિર સ્કૂલ દ્વારા ઉતરાયણ પર્વ પહેલા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. પક્ષી બચાવો ના સંદેશ સાથે આનંદમંદિર સ્કૂલ થી નીકળેલ રેલી ટાવર ચોક, વીપી રોડ, ગોલવાડી દરવાજા સહિત ના વિસ્તારો માં ફરી હતી. 

આનંદમંદિર સ્કૂલ  ના સંચાલક ગોકુલ પટેલે જણાવ્યુ હતું કે આનંદમંદિર સ્કૂલ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષીઓ નું રક્ષણ કરવું આપણું કર્તવ્ય છે. રેલી દરમિયાન પક્ષીઓ માટેના હેલ્પલાઈન નંબર વિષે લોકો ને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉતરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી સહિત ચાઈનીઝ વસ્તુઓ નો ઉપયોગ ન કરવો જોઇએ

(6:57 pm IST)