Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બપોરના સુમારે બાતમીના આધારે સામરખા ચોકડી નજીકથી વોચ ગોઠવીને પીકઅપ ડાલામાં 1200 નંગ દોરીની ફીરકી જપ્ત કરી: ચારની ધરપકડ

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે આજે બપોરના સુમારે મળેલ ગુપ્ત બાતમીના આધારે શહેરની સામરખા ચોકડી નજીક ગુપ્ત વોચ ગોઠવીને એક પીકઅપ ડાલામાં ૧૨૦૦ નંગ દોરીના ફીરકા ચોરીને જતા ચાર શખ્શોને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે દોરીનો જથ્થો તેમજ એક પીકઅપ ડાલુ મળી કુલ્લે રૂા.૬.૫૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય શખ્શોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ ઉત્તરાયણ પર્વને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ આજે બપોરના સુમારે શહેરની સામરખા ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતી ત્યારે એક પીકઅપ ડાલામાં દોરીનો જથ્થો ભરીને ચાર શખ્શો ચોરીનો માલ લઈ જતા હોવાની ગુપ્ત બાતમી એલસીબી પોલીસની ટીમને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમ ગુપ્ત વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક પીકઅપ ડાલુ સામરખા ચોકડી નજીકથી પસાર થતા પોલીસે તેને અટકાવી અંદર તલાશી લેતાં અંદરથી કુલ ૩૮ કોથળામાં ભરેલ ૧૨૦૦ નંગ દોરીના ફીરકા મળી આવ્યા હતા. 

(5:21 pm IST)