Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સુરતના બે જુદા-જુદા વિસ્તારમાં 19 બાળકો પાસે મજૂરી કરાવનાર ચાર ધંધાર્થી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરના આંજણા અને ભાઠેના વિસ્તારમાં ખાટલી-જરદોશી વર્ક કરતા 19 બાળમજુરોને શ્રમ વિભાગે ગતરોજ મુક્ત કરાવ્યા હતા. બાળમજૂરો પાસે કાળી મજુરી કરાવતા ચાર સંચાલકો વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના આંજણા અને ભાઠેના વિસ્તારમાં બંધ ઘરમાં બાળકોને ગોંધી રાખીને ખાટલી અને જરદોશી વર્ક કરાવાતું હોવાની ફરિયાદ મળતા શ્રમ વિભાગે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હયુમન ટ્રાફિકિંગ યુનીટ/ મીસીંગ સેલના પીઆઇ એ.જે.ચૌધરી  સાથે મળી ગત બપોરે ઉધના વોર્ડ ન.41 ટી.પી.સ્કીમ ન.7, પ્લોટ ન બી/1, પુષ્પાનગર, આંજણા, એમ.જે ફેશન, પુષ્પાનગર, ભાઠેના, પુષ્પાનગર, એસ-સહેલી-2, આંજણા, ઉધના સુરત અને વોર્ડ ન.41, ટી.પી.ન.7, પ્લોટ ન.32, પુષ્પાનગર વિભાગ-1, શિવશક્તિનગર આંજણા સર્વે ન.158 માં છાપો માર્યો હતો. અહીથી બિહાર અને પશ્ચિમ બંગાળના 19 બાળમજુરોને મુક્ત કરાવ્યા હતા.

(5:19 pm IST)