Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

વડોદરાના આજવા રોડ પર શાળામાં ઘુસી તસ્કરોએ ઝેરોક્ષ મશીન સહીત પ્રિન્ટરની ઉઠાંતરી કરી: ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલી  માય શાનેન સ્કૂલમાં ઘૂસીને ચોર ઝેરોક્ષ મશીનના પ્રિન્ટર તથા મોનિટર ચોરી ગયો હતો. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે આજવારોડ કાન્હા સિટિમાં રહેતા  મેહુલકુમાર પ્રવિણભાઈ પટેલ આજવા રોડ પર આવેલી માય શાનેન સ્કૂલમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. ગત પાંચમી તારીખે

સ્કૂલમાં મતદારયાદીના ફોર્મ સ્વીકારવાનું કામ રાખ્યું હોય મામલતદાર કચેરીના સ્ટાફને સ્કૂલ ખોલી આપી હતી. સાંજે કામ પૂરૃ થયા પછી સ્કૂલના પટાવાળા કલ્પેશ ભરવાડે કલાસરૃમને લોક ઓફિસ કરી ઓફિસની બહાર દિવાલમાં ચાવી મૂકવા માટેના બોક્સમાં ચાવીઓ મૂકી હતી. રાત્રે કોઇ ચોર એકાઉન્ટ ઓફિસમાં ઘૂસી ૧ પ્રિન્ટર ચાર મોનિટર તતા ઝેરોક્ષ મશીન ચોરી ગયો હતો જે સીસીટીવીમાં દેખાતું હતું. તેના આધારે સ્કૂલના કલાર્કે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:14 pm IST)