Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિને ડામવા પોલીસ દ્વારા દોડધામ હાથ ધરવામાં આવી: માણસા હાઇવે પર વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી

ગાંધીનગર: જિલ્લામાં દારૂની પ્રવૃતિ ડામવા માટે પોલીસ દ્વારા દોડધામ થઈ રહી છે ત્યારે એલસીબી-ર ની ટીમે માણસા હાઈવે ઉપર ગ્રામભારતી પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી કારને ઝડપી પાડી હતી. જેમાં સવાર રાજસ્થાનના બે શખ્સોને પકડી ૭.૪૮ લાખનો દારૂ કબ્જે કર્યો હતો. આ દારૂ રાજસ્થાનના કુખ્યાત બુટલેગર ભરત ડાંગીએ ભરી આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું જેના પગલે પોલીસે તમામ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે જિલ્લામાં પણ આ દારૂ ઘુસતો અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી-ર ના પીએસઆઈ પી.એન.પઢીયાર અને પી.ડી.વાઘેલાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો. કેવલસિંહને બાતમી મળી હતી કે માણસા-ગાંધીનગર રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી કાર નં.જીજે-૧૮-બીએલ-ર૪૫૫ પસાર થવાની છે જે બાતમીના આધારે પોલીસે ગ્રામભારતી નજીક વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતાં તેને ઉભી રાખી હતી. 

(5:14 pm IST)