Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ડીસાના શેરૂપરામાં દલિત યુવાનને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યો :જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરવા મામલે પોલીસ ફરિયાદ


બનાસકાંઠાના ડીસાના શેરુપરા ગામે દલિત યુવાને મંદિર પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યો અને જાતિવાચક શબ્દો બોલીને અપમાન કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જાણવા મળ્યા મુજબ શેરપુરા ગામ આવેલા ગૌશાળામાં આવેલા મંદિરમાં મહેશ નામનો દલિત યુવાન દર્શને જતો હતો. તે સમયે ગામના જ ત્રણ લોકોએ તેને અટકાવ્યો અને જાતિવાચક અપમાનિત શબ્દો કહ્યા હતા.

(12:41 am IST)