Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

માર્ચમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી :20 હજાર વકીલો રહેશે મતદાનથી વંચિત?

કુલ 49,500 વકીલો નોંધાયેલા ;સનદ રીન્યુ નહિ કરાવેલા વકીલો નહિ કરી શકે મતદાન

અમદાવાદ ;આખરે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી માર્ચમાં યોજાઈ તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે જોકે આ વખતે 20 હજાર વકીલો સર્ટિફિકેટનું વેરીફીકેશન ન કરાવી શકતા ચૂટણીમાં મતદાનતથી વંચિત રહેશે તેમ મનાય છે
  બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન યાદી પૂર્ણ થવાના આરે છે.જે મુજબ હાલ કુલ 49,500 જેટલા વકીલોમાં નોધાયેલા છે જેમાં  અમદાવાદ શહેરના જ 12,400 વકીલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે દરેક વકીલે 5 વર્ષ બાદ પોતાની સનદ રિન્યૂ કરાવવી ફરજિયાત છે તેમ છતાં જે વકીલોએ સનદ રિન્ય્રૂ કરાવી નથી તે વકીલો હવે મતદાનથી વંચિત રહેશે.

(11:47 pm IST)