Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સુરતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના સંવાદ કાર્યક્રમ પૂર્વે ગોપાલ ઈટાલીયા સહીત 17થી વધુ લોકોની અટકાયત

સુરત;અહીંના નાનપુરામાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો તે પહેલા જ વિરોધ કરવા આવેલા 17થી વધુ લોકોની પોલીસ અટકાયત કરી હતી જેમાં પાટીદાર યુવક અને આંદોલન વેળાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ ઉપર ચપ્પલ ફેંકનાર ગોપાલ ઇટાલિયાની પણ અટકાયત કરી હતી આ તમામની અટકાયત થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો
  શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંવાદ કાર્યક્રમમાં ગુજરાત વાલી એકતા મહામંડળ અને અલગ અલગ સંગઠનના સભ્યો પહોંચ્યા હતા સુરતના ગાંધી સ્મૃતિ હોલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મેયર, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ દરમિયાન ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલે એક વિદ્યાર્થીની રજૂઆત કરતા અટકાવ્યાનો આરોપ લાગ્યો છે.

(11:23 pm IST)