Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડોદરા ;આવાસ યોજનામાં હું દોષિત ઠરું તો રાજીનામુ આપીશ :મ્યુનિ,કમિશ્નર વિનોદરાવ ભ્રષ્ટાચારી:ધારાસભ્ય યોગેશ પટેલ આકરાપાણીએ

આવાસ યોજના જ 200 કરોડની છે તો 2 હજાર કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે? :મેયર ભરત ડાંગરનો અણીયારો સવાલ

વડોદરા ;વડોદરાના ચર્ચિત આવાસ યોજનાના ભ્રષ્ટ્રાચાર મામલે ધારાસભ્ય યોગેશ પટેલે જો મામલે પોતે દોષી ઠરે તો ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેવાની જાહેરાત કરી છે યોગેશ પટેલે મામલે મ્યુનિ,કમિશ્નર વિનોદરાવ ઉપર પણ ચોંકાવનારા આક્ષેપો કરીને સમગ્ર બાબતે વિજિલન્સ તપાસની માંગણી કરી છે એક અહેવાલ મુજબ વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે મેયર ભરત ડાંગર અને માંજલપુરના  ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની રહેમનજર હેઠળ 2 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કરાયાના આક્ષેપોને ફગાવતા યોગેશ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ ભ્રષ્ટાચારી છે. હું મામલે મુખ્યમંત્રી રૂપાણી પાસે વિજીલન્સ ઇન્ક્વાયરી માગીશ. તપાસમાં જો હું દોષિત ઠરુ તો  હું ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીશ.પરંતુ જો તપાસમાં મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ દોષિત ઠરે તો સરકારે રાવ પર ફોજદારી કેસ કરવો પડશે. વિનોદ રાવે અનેક લોકોને ધમકી આપી છે.પત્રકારોને પણ ધમકી આપી છે. અનેક લોકોની મિલકતો રાવે પચાવી છે.

 દરમિયાન વડોદરાના મેયર ભરત ડાંગરે પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારા પર લાગેલા આક્ષેપ ખોટા છે. આવાસ યોજના 200 કરોડની છે તો 2 હજાર કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે? બીજી તરફ મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવે મીડિયા સમક્ષ કંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો છે.
  
અત્રે ઉલ્લેખનીય છે કે અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્ય યોગેશ પટેલ અને મેયર ભરત ડાંગરના કથિત મળતિયાઓ દામોદર જ્વેલર્સના માલિક પ્રણય ચોક્સી અને નારાયણ રિઆલ્ટીના ચેરમેન અને એમડી જયંતિ પંચાલે રિંગ બનાવી મુખ્યમંત્રી આવાસ યોજનામાં પીપીપીના ધોરણે કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને તેમની કંપનીઓ વચ્ચેની હિસ્સેદારીમાં વધારો-ઘટાડો કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. મામલે વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નરને જાણ થતા તેમણે કંપનીઓને અપાયેલ કોન્ટ્રાક્ટ રદ કરવાનો નોટિસ ફટકારી હતી. જેથી મેયર અને ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મામલે મ્યુનિસિપલ કમિશ્નર વિરૂદ્ધ ગેરમાર્ગે દોરતુ બ્રિફિંગ કર્યું હતું. (મેરા ન્‍યુઝ  વેબ પોર્ટલનો અહેવાલ)

 

 

(9:58 pm IST)