Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાંચમી માર્ચથી પરીક્ષાની શરૂઆત થશે : સીબીએસઈ કાર્યક્રમ

અમદાવાદ, તા. ૧૧, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્કડરી એક્ઝામિનેશન દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો. બંને પરીક્ષાઓ પાંચમી માર્ચથી શરૂ થશે. ધોરણ ૧૦ની પરીક્ષા ચોથી એપ્રિલે અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ૧૨મી એપ્રિલ સુધી ચાલશે. કાર્યક્રમ નીચે મુજબ છે.

ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષા

  1. ૫મી માર્ચના દિવસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી
  2. છઠ્ઠી માર્ચના દિવસે હિન્દી કોર્સ એ અને બી
  3. ૧૨મી માર્ચના દિવસે ઇંગ્લીશ કોમ્યુનિકેશન
  4. ૧૬મી માર્ચના દિવસે સાયન્સ
  5. ૨૦મી માર્ચના દિવસે ગુજરાતી
  6. ૨૨મી માર્ચના દિવસે સોશિયલ સાયન્સ
  7. ૨૮મી માર્ચના દિવસે મેથેમેટિક્સ

ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષા

  1. ૫મી માર્ચના દિવસે ઇંગ્લીશ
  2. સાતમી માર્ચના દિવસે ફિઝિક્સ
  3. ૯મી માર્ચના દિવસે બિઝનેસ સ્ટડી
  4. ૧૩મી માર્ચના દિવસે કેમેસ્ટ્રી
  5. ૧૫મી માર્ચના દિવસે એકાઉન્ટન્સી
  6. ૨૧મી માર્ચના દિવસે મેથેમેટિક્સ
  7. ૨૬મી માર્ચના દિવસે ઇકોનોમિક્સ

૨૭મી માર્ચના દિવસે બાયોલોજી

(9:36 pm IST)