Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દિલ્હીમાં પ્રજાસતાક પર્વની પરેડમાં ગુજરાતની ઝાંખી સાબરમતી આશ્રમની થીમ ઉપર

અમદાવાદઃ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ ઉજવણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમની પરેડમાં ગુજરાતની ઝાંખી સાબરમતી આશ્રમની થીમ  ઉપર રાખવામાં આવશે.

અમદાવાદની સાબરમતી નદી કિનારે આવેલા સાબરમતી આશ્રમના ૧૦૦ વર્ષ પૂર્ણ થયા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી આશ્રમની ઝાંખી પરેડમાં રજુ કરવામાં આવશે.

આ ટેબ્લો બનાવવા માટે સાબરમતી આશ્રમના ટ્રસ્ટીઓ માર્ગદર્શન આપી રહ્યા છે અને ભારતની આઝાદીમાં ગાંધીજી અને સાબરમતી આશ્રમના યોગદાનને 'ટેબ્લો'ના માધ્યમ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય  છે કે દક્ષિણ આફ્રિકાની પરત ફર્યા બાદ મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. અને સ્વતંત્રતા સંગ્રામ સમયે મહાત્મા ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમમા રોકાયા હતા. અને પોતાના પત્ની સાથે ૧૯૧૮ થી ૧૯૩૦ સુધી રોકાયા હતા. અને ગાંધીજીને 'મહાત્મા'નુ બિરૃદ પણ ત્યા જ મળ્યુ હતુ આવી રીતે સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીજીના જીવન સાથે આદર્શ રીતે આવરી લેવાયુ છે.

(7:24 pm IST)