Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઉછીના પૈસાની ઉઘરાણી કરનાર દંપતીને રોહિણીમાં ઢોર માર મારનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખંભાત: તાલુકાના રોહિણી ગામે દશ વર્ષ પહેલાં ઉછીના આપેલા દશ હજારની પરત માંગણી કરતાં લોખંડની નરાશથી દંપતીને માર મારતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 

રોહિણી ગામે રહેતા ભાવનાબેન પ્રવિણસિંહ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નજીકમાં જ રહેતા શક્તિસિંહ રણજીતસિંહ ગોહિલને દશેક વર્ષ પહેલાં તેમના પતિએ દશ હજાર ઉછીના આપ્યા હતા. દરમ્યાન પ્રવિણસિંહ બીમાર પડ્યા હતા, ગઈકાલે શક્તિસિંહ તેમના ઘર પાસેથી પસાર થતાં પ્રવિણસિંહે પૈસાની માંગણી કરી હતી જેથી શક્તિસિંહે ગમે તેવી ગાળો બોલી હતી, ગાળો બોલવાની ના પાડતાં શક્તિસિંહ લોખંડની પાઈપ લઈ આવ્યો હતો અને પ્રવિણસિંહને માથામા મારી દીધી હતી જ્યારે ભાવનાબેન વચ્ચે પડતાં તેમને પણ કાંડા ઉપર પાઈપ મારીને ગડદાપાટુનો માર માર્યો હતો.

(6:37 pm IST)