Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

એલ.સી.બી. ખેડા પોલીસે લગ્નપ્રસંગમાં મોબાઈલ ચોરી લોકોનું ખિસ્સું કાતરનારને રંગેહાથે દબોચ્યો

ખેડા:લગ્નપ્રસંગે વરઘોડા કે પાર્ટીપ્લોટમાંથી લોકોના ખિસ્સામાંથી સિફતપૂર્વક મોબાઈલની ચોરી કરનાર આરોપીને એલ.સી.બી ખેડા પોલીસે સંતરામ મંદિર પાસેથી ઝડપી પાડીને ચાર મોબાઈલ કબ્જે કર્યા છે.

 

એલ.સી.બી ખેડા પોલીસ શહેરમાં નાઈટ પેટ્રોલિંગમાં નિકળી હતી. આ દરમિયાન માહિતી મળેલ કે એક ઈસમ ચોરીના મોબાઈલ વેચવા નડિયાદ સંતરામ મંદિર પાસે રીક્ષા સ્ટેન્ડે આવનાર છે. જેથી એલ.સી.બી પોલીસે વોચ ગોઠવી મોબાઈલ વેચવા આવેલ ઈસમને ઝડપી પાડ્યો હતો.તેની તલાશી લેતા તેના પેન્ટના આગળ-પાછળના ખિસ્સામાંથી ચાર નંગ મોબાઈલ મળી આવ્યા હતાં.આ મોબાઈલના બીલ માગતા ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો.

જેથી પોલીસે તેની અટક કરી પૂછપરછ કરતાં સંજયભાઈ પૂનમભાઈ તળપદા (રહે.જવાહરનગર,ડબાવાસ,નડિયાદ) નો હોવાનું જણાવ્યું હતું. તેમજ આ મોબાઈલ ફોન આજથી વીસેક દિવસ પહેલાં નડિયાદ ડભાણ ચોકડી પાસે આવેલ પાર્ટી પ્લોટની બહાર વરઘોડામાંથી નજર ચૂકવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી આ આરોપીને વધુ તપાસ અર્થે નડિયાદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

(6:36 pm IST)