Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સુરતના પાંડેસરામાં 6 વર્ષીય માસુમ બાળકી બની હવસખોરનો શિકાર

સુરત:શહેરના પાંડેસરા વિસ્તારમાંથી આજે સવારે ગુમ થયેલી બાળકી સાંજે ઘરે પાછી આવતા તેણીની લોહી લુહાણ હાલત જોઇને માતા-પિતા સારવાર માટે નવી સિવિલમાં લઇ આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. નવીસિવિલ હોસ્પિટલના સુત્રોના જણાવ્યા મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની છ વર્ષીય દિકરી આજે સવારે ઘર નજીકથી એકાએક ગુમ થઇ ગઇ હતી. અને સાંજે મળી આવી હતી. ત્યારે રડારોડ કરતી હતી. બાળકીની અંડરવેર ગાયબ હતી. અને ગુપ્તાંગના ભાગેથી લોહી પણ નિકળતુ હતુ. આથી તુરંત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. અને સારવાર માટે ગાયનેક વિભાગમાં દાખલ કરાઇ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઇ નરાધમ બાળકીનું અપહરણ કરીનેે દુષ્કર્મ કર્યુ હોવાની પ્રાથમિક રીતે બહાર આવ્યુ છે. પોલીસે તેને શોધવા કવાયત આરંભી છે.

(6:36 pm IST)