Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પોલીસે બાતમીના આધારે થરાદના જેતડા નજીકથી 25 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

થરાદ:તાલુકાના જેતડા ગામના ચાર રસ્તા પાસે બાતમીના આધારેચોખાના કટ્ટાની આડમાં લઇ જવાતો ૨૫ લાખનો દારૃ,  ટ્રક, મોબાઇલ સહિત રૃ. ૫૪.૫૨ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. 

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા જિલ્લામાંથી દારૃ તથા જુગારને નાબુદી કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે છેલ્લા ચાર દિવસમાં ચાર ટ્રકોમાં વિદેશી દારૃ ઝડપી પાડયો છે.

જેના લીધે અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેના ગત રાત્રે થરાદ તાલુકાના જેતડા ગામે બોર્ડર રેન્જ ભુજની સુચનાથી આરઆર સેલના પો.ઈ.ઈ. એ.એસ. રબારી તથા હેડ  કોન્સટેબલ યશવતસિહ વાઘેલા દ્વારા રાત્રીના સમય પેટ્રોલીંગ દરમિયાન એક પરપ્રાંતિય ટ્રેલરમાં ચોખાના કટ્ટા નં.૪પ૦ ની આડૉમાં વિદેશી દારૃ પેટી નંગ ૪૮૯ કુલ બોટલ નં. ૬૯૧ર જેની કિમત રૃ. રપ,૦૦,૮૦૦ તથા ટ્રેલર ની કિમત રૃ.૧૮,૦૦,૦૦૦ તથા ચોખા ૪પ૦ કટ્ટાની કિમત રૃ.૧૩,પ૦૦ તા એક ત્રીપાલ રૃ.૧૦૦૦, મોબાઈલ નં.ર કિ. રૃ.૧૦૦૦ કુલ મળી રૃ.પ૪,પર,૦૦૦ નો મુદ્દામાલ તથા ડ્રાઈવર ગુરૃચરણમાં જાટ રહે પંજાબવાળાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:35 pm IST)