Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દાંતના હડાદ નજીક અજાણ્યા કાર ચાલકે હેડકોન્સ્ટેબલને હડફેટે લીધો

દાંતા:રાજ્યમાં ગુનાહિત તત્વો બેફામ બન્યા છે ત્યારે તેમને કાયદાના રક્ષક પોલીસનો પણ ડર નથી. આવી જ એક ઘટના હડાદ પોલીસ મથક નજીક બહાર આવી છે.

દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકમાં આંતર રાજ્ય રાજસ્થાનથી આવતા વાહનોની ચકાસણીમાં પોલીસ ટીમ કામે લાગી હતી. જોકે તે દરમ્યાન એક અજાણ્યો કાર ચાલક શકમંદ હાલતમાં સામેથી આવતા પોલીસે તેને રોકવા કોશિશ કરી હતી. જોકે કાર ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી ફરજ પરના હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ વાલાભાઈને જોરદાર ટક્કર મારી રોડ પર પછાડી ગુનો આચર્યો હતો અને પુરઝડપે આ આરોપી ભાગી છુટયો હતો. જોકે તે બાદ અન્ય પોલીસ કર્મચારીઓએ ઘાયલ જયંતીભાઈને સારવારઅર્થે પાલનપુર ખસેડયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા કારચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસમાં મહત્વના પુરાવા તરીકે સી.સી. ટી.વી. ફુટેજ બહાર આવ્યા છે. જેમાં ચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.  જેમાં કારચાલક હત્યાના ઈરાદાએ પોલીસ કર્મચારીને કચડીને રફુચક્કર થઈ ગયો હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો પુરાવા તરીકે પોલીસને મળી આવ્યા છે. ત્યારે સમગ્ર જિલ્લાની પોલીસે સી.સી.ટી.વી. ફુટેજ આધારે  ચાલકને ઝડપવા કવાયત હાથ ધરી છે.

(6:34 pm IST)