Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાંચડામાં ચાર વર્ષીય બાળકી પાણીની કુંડીમાં પડી જતા મોતને ભેટી

વડગામ:તાલુકાના પાંચડા ગામમાં એક ચાર વર્ષની બાળકી પાણી ભરેલી કુંડીમાં પડી જતા બાળકીનું મોત થવા પામ્યુ ં હતું.

 દાહોદ ગામનો એક આદીવાસી પરિવાર મજુરી અર્થે પાંચડા ગામે આવ્યો  હતો. પાંચડા ગામમાં બની રહેલા પંચાયત ઘરનું કામ કરવા માટે કોન્ટ્રાકટર દ્વારા દાહોદથી લવાયા હતા. પાંચડા ગામમાં જુના પંચાયત ઘરને પાડીને નવિન પંચાયત ઘર બનાવવા માટેની કામગીરી ટેન્ડરથી કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહી છે. જેમાં પાણી માટેની વ્યવસ્થાના ભાગરૃપે પાણીની કુંડી બનાવાઈ છે. પણ આ કુંડી પર ઢાંકણ ન બનાવતા ખુલ્લી રહેતી હોવાથી બુધવારના સવારે મજુરી અર્થે આવેલા સુરેશભાઈ જીતાભાઈ ડામોરની પુત્રી પાયલબેન ઉ.વ.૪ રમતી રમતી કુડી પાસે જઈને કુંડીમાં પડી ગઈ હતી.

જયારે આ પરિવાર કામમાં વ્યસ્ત હતો. થોડી વાર બાદ આ બાળકીની માતાને પોતાની દિકરી ન જણાતા આસપાસ જોયા બાદ કુડી નજીક બુમાબુમ મચી જવા પામી હતી. આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. જયારે બાળકીને બહાર કાઢવામાં આવતા બાકીનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ. આ બાળકીના મોતથી અહેસાસ થયો હતો. બાળકીના મોતથી મજુર પરિવારમાં ગમગીન ફેલાઈ હતી. 

(6:34 pm IST)