Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

મેઘરાજ તુલાકાના ભૂતિયા ગામે શિયાળામાં પાણીની સમસ્યાથી મહિલાઓને હાલાકી

અરવલ્લી: જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા ભૂતિયા ગામે ભરશિયાળે પ્રજાજનોના પાણી માટે થરથરતી ઠંડીમાં પાણી માટે દુર દુર ચાલીને જવું પડે છે. સામાન્ય રીતે ચોમાસુ ગયા બાદ શીયાળાની ઋતુમાં પાણીના સ્તર દરેક જગ્યાએ ઉંચા આવતા હોય છે.અને બોર કુવા માંથી લોકો પાણીનો ઉપયોગ કરતા હોય છે.ત્યારે મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામ પંચાયતહેઠળના ભૂતિયા ગામે ભર શિયાળામાં પાણી માટે ગ્રામજનોે વલખા મારી રહયા છે.

ભૂતિયા ગામમાં ખેતી અને પશુ પાલનના વ્યવસાય પર નભતા ૭૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે.ગામ માં છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાણી સમસ્યા માથાનો દુખાવો બની રહયો છે.હાલ ગામમાં પીવાનું પાણી લેવા ગામ થી દૂર આવેલી સ્કુલે જવું પડે છે.તંત્ર દ્વારા પાણી માટે ગામમાં ટાંકી અને હેન્ડપંપ બનાવેલા છે.પણ હાલ એ શોભાના ગાંઠીયાસમાન છે.ગામ લોકો દ્વારા સરપંચ અને મેઘરજ તાલુકા પંચાયતમાં અનેક વખત રજૂઆત કરી પણ તંત્રના બહેરા કાને ગ્રામજનોની સમસ્યા સંભળાતી નથી.જેથી ગ્રામજનોની પાણી સમસ્યા ઝડપથી હલ થાય એવી માંગ રહેલી છે.અને જો આગામી સમયમાં પાણી સમસ્યા હલ નહિ થાય તો ગ્રામજનો એ આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ભૂતિયા ગામમાં ગરીબ અને સામાન્ય જનતા વસવાટ કરે છે. ગામની મહિલાઓને હાલની કકડતી ઠંડીમાં વહેલી સવારથી પાણી માટે દોડધામ કરવી પડે કરવી પડે છે.ગામથી એક કિલો મીટર દુર ઠંડીમાં પાણી માટે પોતાના તમામ કામ પડતા મૂકી જવું પડે છે.પાણીના કારણે નાના બાળકોનો અભ્યાસ પણ બરબાદ થાય છે.રોજગારી અર્થે પણ જઈ શકાતું નથી. ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા  છે પશુ ઓ માટે ગામમાં હવાડા બનાવ્યા છે.પણ પાણીના હોવાને કારણે હવાડા પણ ખાલીખમ છે.ત્યારે હાલ કકડતી ઠંડીમાં ગ્રામજનો ની પાણી સમસ્યાની રઝળપાટથી દયનીય પરિસ્થિતિ જોવા મળે છે.ત્યારે મહિલાઓએ પાણી સમસ્યા ઝડપથી હલ થાય એવી માંગ કરી છે.

(6:34 pm IST)