Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

હિંમતનગરમાં પત્નીની હત્યા કરી લાશને સગેવગે કરનાર પતિ પોલીસના સકંજામાં

હિંમતનગર:શહેરના જુના બજારમાં મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા અને બગીચા વિસ્તારમાં રહેતા એક યુવાને ઝઘડાખોર પત્નિથી કંટાળી જઈને પોતાના બનેવીને સાથે રાખી પત્નિની ઘાતકી હત્યા કરી અઠવાડીયા અગાઉ તેની લાશ હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના સરવણા ગામની સીમમાં લઈ જઈ સળગાવી દીધી હતી. જે અંગે ગાંભોઈ અને હિંમતનગર બી-ડીવીઝન પોલીસે સંયુકત તપાસ હાથ ધરી મંગળવારે પત્નિની હત્યામાં સંડોવાયેલા પતિની અટકાયત કરી કસ્ટડીમાં મુકી દીધો છે. જયારે તેના બનેવીને પકડવા માટે પોલીસે રાજસ્થાનની વાટ પકડવાનું નક્કી કર્યુ છે.

આ અંગે જિલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને બી-ડીવીઝનના પીએસઆઈ ગડુરીયાના જણાવ્યા મુજબ હિંમતનગરના જુના બજારમાં વર્ષોથી મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા ભરતભાઈ અશોકભાઈ સોની (ઉ.વ.૩૨) ના બનેવી રાજસ્થાનના બાડમેર ખાતે રહે છે જયાં તેમની પડોશમાં રહેતી જુહી (ઉ.વ.૨૬) નામની મહિલાએ અગાઉ લગ્ન કર્યા હોવા છતાં અગમ્ય કારણોસર તેનુ દામ્પત્ય જીવન સફળ ન રહેતા ભરતભાઈના બનેવીએ હંસરાજજી દુર્ગાદાસ સોની (ઉ.વ.૪૦) એ જુહીના લગ્ન હિંમતનગરના ભરતભાઈ સોની સાથે કરાવ્યા હતા.

થોડા સમય અગાઉ ભરત અને જુહીના લગ્ન કરાયા બાદ બે મહિનાથી જુહી હિંમતનગર રહેતી હતી. પરંતુ જુહી જીદ્દી સ્વભાવની હોવાને કારણે ભરતભાઈ સાથે વારંવાર નાની નાની બાબતોમાં ઝઘડા કરતી હતી. જેથી કંટાળીને ભરતભાઈ સોનીએ આ અંગે તેના બનેવી હંસરાજજી સોની વાત કરતા હંસરાજજી સોનીએ જુહીને પતાવી દેવા માટેનો કારસો રચ્યો હતો.

(6:33 pm IST)