Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

માનસિક વિકલાંગ દિકરીઓને મળી મુખ્યમંત્રી ભાવવિભોર બન્યા

 રાજકોટના ૮૦ ફુટ  રોડ પર અમુલ સર્કલ પાસે આવેલ  એકરંગ માનસિક વિંકલાંગ (દિવ્યાંગ) દિકરીઓની નિઃશુલ્ક સંસ્થા દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ફરી એકવાર મુખ્યમંત્રી પદ પર વરણી કરી ગુજરાત રાજયની જવાબદારી સોંપવા બદલ ગાંધીનગરના સ્વર્ણીમ સ્કુલ ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં સંસ્થાની દિવ્યાંક દિકરીઓ દ્વારા શ્રી વિજયભાઇને પુષ્પગુચ્છ તથા મીઠાઇ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિ તરીકે શ્રીમતિ દિપીકાબેન તથા શ્રી કમલેશભાઇ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેલ.

(4:28 pm IST)