Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સરકાર વાલીઓની પડખે -સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયારઃ શાળા બંધને નિષ્ફ્ળ બનાવોઃ શિક્ષણમંત્રીની વાલીઓને અપીલ

ફી અધિનિયમનો ઐતિહાસિક કાયદો લાવવા બદલ મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતોઃસુરતમાં શિક્ષણ સંવાદ કાર્યક્રમ

અમદાવાદ :તા.૧૧,રાજયમાં બેફામ ફી વધારા મામલે અપાયેલ શાળા બંધના એલાનમાં નહિ જોડાવવા વાલીઓને અપીલ કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકાર વાલીઓના પડખે છે અને ફી મામલે સુપીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે ત્યારે શાળા બંધમાં જોડાઈને બાળકોનું શિક્ષણ બગાડવું જોઈએ નહીં

 રાજપથ કલબના પંડિત દિનદયાળ હોલમાં ફી અધિનિયમનો કાયદો લાવવા બદલ અમદાવાદ શિક્ષણ સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર વાલીઓના હિતમાં છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તૈયાર છે. ત્યારે વાલીઓએ શાળાબંધ જેવા ઉગ્ર કાર્યક્રમોમાં જોડાઈને બાળકોનું શિક્ષણ બગાડવું જોઈએ નહીં.

સુરતઃ  બાળકોના શિક્ષણ માટે વાલીઓમાં ચિંતાનો વિષય બની રહયો છે તેવામાં બેફામ ફી વધારા મામલે હાઇકોર્ટે રાજય સરકારના ફી અધિનિયમનની તરફેણમાં ચુકાદો અપાતા રાહત અનુભવાઈ છે ત્યારે હજુ પણ આ મામલે કેટલીક પરિસ્થિતિ અને પ્રશ્નો મૂંજવી રહ્યાં હોય ત્યારે સુરત પેરેન્ટ્સ એસો,દ્વારા કાલે ગુરુવારે શિક્ષણ સંવાદ કાર્યક્રમનું આયોજન થયેલ હહે જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહીને વાલીઓ સાથે સીધો સંવાદ કરશે આ કાર્યક્રમમાં સાંસદ ,સુરતના તમામ ધારાસભ્ય,સુરત ભાજપ પ્રમુખ કલેકટર મ્યુનિ કમિશનર જિલ્લા શિક્ષણાધિકારી સહિતના ઉપસ્થિત રહેશે

(3:56 pm IST)