Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સુરતમાં સ્કુલ વાનમાં આગ ભભૂકી ઉઠતા ૪ વિદ્યાર્થીઓ અને ડ્રાઇવર દાઝયાઃ નાસભાગ

સુરતના ઘોડદોડ રોડ ઉપર વહેલી સવારે સેવન-ડે સ્કુલના છાત્રોની વાનમાં બની ઘટના

રાજકોટ તા. ૧૧ : સુરતમાં આજે સવારે સ્કુલવાનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગથી ૪ વિદ્યાર્થીઓ અને ડ્રાઇવર દાઝી જતા સારવારમાં ખસેડાયા છે.

શહેરના ઘોડદોડ રોડ પર વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાન અચાનક ભડભડ સળગી ઉઠી હતી. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ બર્નિંગ કારની ઝપેટમાં  વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી દેતા લોકો દોડી આવ્યા હતા. વાનના ડ્રાઈવર અને એક રાહદારીની મદદથી ૧૨થી વધુ વિદ્યાર્થીઓને બર્નિંગ કારમાંથી સમયસર બહાર કાઢી બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં ૪ વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર દાઝી જતા તમામને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બર્નિંગ સ્કૂલ વાનમાં દાઝેલા તમામ વિદ્યાર્થીઓ સેવન ડે સ્કૂલના હોવાનું જાણવા મળ્યું હતું.

(12:43 pm IST)