Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સુરતમાં મહિલાઓની અશ્‍લીલ કિલપ વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતી ગેંગ ઝડપાઇ

સુરત,તા.૧૦ : સુરતમાં મહિલાઓની અશ્‍લીલ કિલપ ઉતારીને સોશ્‍યલ મિડીયામાં વાયરલ કરવાની ઘમકી આપનાર ગેંગ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી પાડી છે. 

કતારગામના ફરિયાદીના જણાવ્યા મુજબ, અજાણ્યા લોકોએ તેમની પુત્રીનો કથિત અશ્લિલ વીડિયો અપલોડ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ ફરિયાદીની પુત્રીએ આવી કોઇ ઘટના બની હોવાનું જણાવતા ફરિયાદીએ મામલે પોલીસને જાણ કરી હતી. આથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની કોલ ડિટેલના આધારે જીજ્ઞેશ, દિવ્યેશ અને નીરવ નામના ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. સાથે પોલીસે તેમની પાસેથી 6 મોબાઇલ ફોન તેમજ ડમી સીમ કાર્ડ કબજે કર્યા છે. જો કે આરોપીઓ પાસેથી કોઇ પણ અશ્લિલ ક્લીપ કે વિડીયો મળી આવ્યા નથી. ઝડપાયેલ તમામ આરોપીઓ નવસારી જિલ્લાના રહેવાસી છે.

(12:10 pm IST)