Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને કેનેડાના ડેલિગેશન વચ્ચે બેઠકમાં કૃષિ,ટેક્નોલોજી અને હથિયાર માટે એમઓયુ

દક્ષિણ કોરિયાના ડેલિગેશન વચ્ચે પણ મુલાકાત યોજાઈ ;ટેક્સટાઇલ્સ અંતે એમઓયુ કરાયા

 

અમદાવાદ:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને કેનેડા ડેલિગેશન વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ટેક્નોલોજી અને હથિયાર માટેના એમઓયુ થયા હતા બેઠકમાં ભારતના અને કેનેડાના વેપારીઓએ ભાગ લીધો હતો બંને દેશ વચ્ચે વર્ષ 2013 થયેલા એમઓયુ રીન્યુ કરાયા હતા સિવાય કેનેડા અને ભારત વેપાર વધુ વિક્સે તે મુદ્દે પણ બને વેપારીઓએ કરી હતી.

 

 કેનેડા ભારત સાથે કૃષિ ક્ષેત્રે એમઓયુ કર્યા હતા જયારે ભારતે કેનેડા પાસે ટેક્નોલોજી અને હથિયાર માટે એમઓયુ સાઈન થયા હતા
 ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે દક્ષિણ કોરિયાનું ડેલીગેશન વચ્ચે મુલાકાત યોજાઇ હતી. જીસીસીઆઈ સાથે સાઉથ કોરિયા વચ્ચે એમ..યુ થયા હતા જેમાં એમ યુ મા લશ્કર ને લગતી સામગ્રીઓ અને ટેક્સટાઇલ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.

 

(12:10 pm IST)