Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બનાસકાંઠામાં છ વર્ષની બાળકીનું બદકામના ઇરાદે અપહરણ કરનાર યુવકને રાજસ્થાનથી દબોચી લેવાયો

પાલનપુરના ચડોતર પાસે પ્રા,શાળામાં અભ્યાસ કરતી બાળકીનું મુકેશ આદિવાસી ઉર્ફે સરદારએ અપહરણ કરેલ રાણીવાડામાંથી ઝડપી લીધો

 

બનાસકાંઠામાં વર્ષ ની બાળકીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર યુવકને રાજસ્થાનથી ઝડપી લેવાયો છે બાળકીનું અપહરણ થયાની ઘટના બનતા પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીને રાજસ્થાનથી ઝડપી પડ્યો હતો

  અંગેની વિગતો મુજબ પાલનપુરના ચડોતર પાસે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. જેમાં પોતાના ખેતરે ભાગીયા તરીકે કામ કરતા મુકેશ આદિવાસી ઉર્ફે સરદાર રોજ બાળકીને લઈ જતો હતો પરંતુ બાળકીને લેવા ગયેલો મુકેશ મોડી સાંજ સુધી પરત ના આવતા પરિવારજનોને શંકા ગઈ હતી.આથી બાળકીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલિસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક બાળકીને લઇ રાજસ્થાન ગયો હોવાની માહિતી મળતા ગુજરાત અને રાજસ્થાન પોલિસે સાથે મળી અપહરણકાર રાણીવાડાથી  ઝડપી પાડ્યો હતો અને બાળકીને હેમખેમ છોડાવી હતી

(12:06 pm IST)