Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પાટણની કોલેજના ટ્રસ્ટી કલ્પેશ પટેલે વિદ્યાર્થીને ગુપ્તાંગ તેમજ માથામાં માર માર્યાની રાવ

કોલેજમા ચૂંટણીની રજૂઆતથી ટ્રસ્ટી ઉશ્કેરાયા :કોલેજમાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં ભણતા ઉત્સવ પટેલના પરિવારે કરી ટ્રસ્ટ્રી વિરુદ્ધ ફરિયાદ

 પાટણઃ અહીંની કોલેજના ટ્રસ્ટી કલ્પેશ પટેલ સામે વિદ્યાર્થીને ગુપ્તાંગ અને માથામાં માર માર્યાની ફરિયાદ કરાઈ છે એસ.આર.પટેલ એન્જિનીયરિંગ કોલેજમાં 6ઠ્ઠા સેમેસ્ટરમાં ભણતા ઉત્સવ પટેલને કોલેજના ટ્રસ્ટી કલ્પેશ પટેલે જ માર માર્યાનો આક્ષેપ કરાયો છે વિદ્યાર્થીને કોલેજમા ચૂંટણીની રજૂઆતને પગલે ઉશ્કેરાઈને માર મારવામાં આવ્યો હોવાની વિગત સામે આવી છે. આ ઘટનાને પગલે ઉત્સવ પટેલના પરિવારે ટ્રસ્ટી કલ્પેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(12:04 pm IST)