Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા માટે રાજ્યવ્યાપી કરૂણા અભિયાનઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજયવ્યાપી કરુણા અભિયાન નો પ્રારંભ કરાવતા કહ્યું કે પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષા ની રાજય સરકાર ની પ્રતિબદ્ઘતા રૂપે આ અભિયાન શરૂ થયું છે. તેમણે જણાવ્યુંકે ઉતરાયણ ના તહેવારો દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આ અભિયાન અનવયે રાજયમાં વન કર્મીઓ અને બિન સરકારી સેવા સંસ્થાના મળીને ૭૮૧ઙ્ગવ્યકિતઓ પક્ષીઓ અને અબોલ પશુ જીવોની ઇજામાં સારવાર માટે કાર્યરત કરાયા છે.પશુપાલન વિભાગના અને વન વિભાગ ના ૭૮૧ દવાખાના ૪૬૯ પશુ ચિકિત્સકો આ કરુણા અભિયાન માં સેવા આપશે. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે કહ્યું કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઉતરાયણ દરમ્યાન ન થાય તે માટે તંત્ર પૂર્ણ પણે સજાગ છે અને આવા દોરા ના વેચાણ સામે કાર્યવાહી પણ થઇ રહી છે. અંદાજે ૬ લાખથી વધુના આવા દોરા પકડવામાં આવ્યા છે.. વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે રાજયમાં ઘાયલ પક્ષીઓને બચાવવા ૬૬૧ ટિમો તેમજ કપાયેલા પતંગ ના દોરા ઉતારવા ૫૭૬ ટિમો રાખવા માં આવી છે. તેમણે ઘાયલ પશુ ની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા માં આવી છે એ માટે ૧૯૬૨ હેલ્પ લાઈન કાર્યરત છે તેના પર સંપર્ક કરવાથીઙ્ગતાત્કાલિક સારવાર મળી રહેશે..તેમણે ઉમેર્યું કે ઉતરાયણનો આ તહેવાર કોઇ પક્ષી પશુનો જીવ લેનારો ઘાતક ન બને તે માટે તંત્ર સરકાર અને સૌ નાગરિકો જીવ દયાભાવથી સહયોગી બને તે જરૂરી છે.

(5:35 pm IST)