Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઇ-મેમોનો ડર? અમદાવાદીઓની ટ્રાફિક સેન્સ સુધરી

અકસ્માતની સંખ્યામાં ૩૦ ટકા સુધીનો ઘટાડો

અમદાવાદ તા. ૧૧ : તમે પણ જો એ મતના હોવ કે અમદાવાદના ખાડા-ખરબચડા વાડા રસ્તા યમરાજના ઘરની સીધી જ ટિકિટ છે તો તમારો મૂડ સુધારવા માટે એક સારા સમાચાર છે. એવુ લાગી રહ્યું છે કે ફાઈનલી અમદાવાદીઓની ટ્રાફિક સેન્સ સુધરી ગઈ છે. તાજા આંકડા પ્રમાણે અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં એક જ વર્ષમાં ૩૦ ટકા સુધીનો ઘટાડો થયો છે.

અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર કરેલા ડેટા મુજબ ૨૦૧૬માં અકસ્માતના ૧૮૬૧ કેસ નોંધાયા હતા જયારે ૨૦૧૭માં ૧૨૯૨ કેસ નોંધાયા છે. જીવલેણ અકસ્માતની સંખ્યામાં પણ ૨૦૦૧૬દ્ગક સરખામણીએ ૮ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આ પરિવર્તન એકાએક નથી આવ્યું. છેલ્લા પાંચ વર્ષનો ડેટા જોતા માલૂમ પડે છે કે શહેરમાં ૨૦૧૭માં સૌથી ઓછા એકિસડન્ટ નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતમાં સૌથી ઓછા મૃત્યુ થયા છે.

૨૦૧૩માં શહેરમાં ૧૮૮૮ જેટલા અકસ્માત નોંધાયા હતા. ૨૦૧૪માં ૧૬૪૨, ૨૦૧૫માં ૧૮૩૭ અને ૨૦૧૬માં ૧૮૬૧, ૨૦૧૭માં ૧૨૯૨ અકસ્માત નોંધાયા છે. ૨૦૧૫માં જીવલેણ અકસ્માતની સંખ્યા ૩૧૮ હતી જે ૨૦૧૬માં સહેજ ઘટીને ૩૧૦ થઈ હતી અને ૨૦૧૭માં ૨૮૫ થઈ ગઈ હતી. પોલીસના મતે વધુ સારા રોડ, રોડ પર સુરક્ષામાં વધારો, ઈ-ચલણ સિસ્ટમ, જનજાગૃતિ, સીસીટીવી અને ટ્રાફિક પેટ્રોલિંગ જેવા અનેક કારણોસર અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

(11:31 am IST)