Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

શિક્ષણએ સેવાનું માધ્‍યમ છે, વેપાર નહિ: વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા સરકાર કટીબદ્ધ: વિજયભાઇ રૂપાણી

શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય બદલ : મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીનું જાહેર અભિવાદન કરાયું

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતે ફી નિયંત્રણનો કાયદો અમલી બનાવી ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે તેમ જણાવ્યું છે. મુખ્ય કનિદૈ લાકિઅ મંત્રીશ્રીનું શાળા ફી અધિનિયમના ઐતિહાસિક નિર્ણય માટે રાજ્યના શાળા સંચાલકો અને વાલી મંડળ દ્વારા જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્ય્ કનિદૈ લાકિઅ મંત્રીશ્રીએ અકિલા આ અભિવાદનને સ્વીકારતાં જણાવ્યું કે, આપના દ્વારા કરાયેલ સન્માને અમારો બળ - જુસ્સો વધાર્યો છે જે અમને આ દિશામાં આગળ વધવા કનિદૈ લાકિઅ માટે શક્તિ પૂરી પાડશે. તેમણે શિક્ષણ એ સેવાનું માધ્યમ છે, વ્યાપાર નહીં તેમ અકીલા વધુમાં ઉમેર્યું હતું. ઘણી શાળાઓ મન ફાવે તેવી ફી ઉઘરાવી કનિદૈ લાકિઅ વાલીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી મોટી ફી વસૂલતી હતી તેની વિગતો છણાવટ કરતાં તેમણે કહ્યું કે, આવા સમયે દરેક વખતની જેમ રાજ્ય સરકારે પહેલ કરી કનિદૈ લાકિઅ દેશભરમાં સૌ પ્રથમવાર ફી નિયમનનો કડક કાયદો રાજ્યમાં અમલી બનાવ્યો છે. આ કાયદાને મૂર્તરૂપ આપવા માટે દેશભરમાંથી ફી નિયમનની વિગતો મેળવી વાલીની કનિદૈ લાકિઅ જવાબદારી સરકારે નિભાવી છે. અમે જવાબદાર સરકાર તરીકે વર્તી વાલીઓને પોષાય તેવી ફી નિર્ધારિત કરવા માટે કટિબધ્ધ છીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું કનિદૈ લાકિઅ હતું. જે શાળાઓ વધુ ફી લે છે તેમણે તેમના હિસાબો દર્શાવી વાજબીપણું સિધ્ધ કરવું જ પડશે તેવી નૂકતેચીની કરી હતી અને જે શાળાઓ નિર્ધારિત કનિદૈ લાકિઅ મર્યાદાની અંદર ફી લે છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી તેવું આશ્વાસન પણ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તબીબી અને ઇજનેરી કોલેજોની નિર્ધારણ માટેની સમિતિ તો પહેલે થી જ છે અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફી નિયંત્રણના કાયદાને આપવામાં આવેલી માન્યતા એ સત્યના વિજય સમાન છે. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ એ પવિત્ર કાર્ય છે અને તે પ્રમાણિકતાથી થવું જોઇએ. કોઇ પણ સારા કાર્યની કદર થવી જોઇએ અને તેની નોંધ લેવાય તો જ સમાજનું ભલું થતું હોય છે તેમ જણાવી કહ્યું કે, ઝડપથી અને સમયબધ્ધ રીતે ફી નિયમન અંગેનું અગત્યનું પગલું અમે હિમ્મતભેર લીધું છે. મધ્યમ વર્ગના ગરીબ કુંટુબોને પરવડે અને પોસાય તેવી ફી ઉપલબ્ધ બનાવવાનો અમે નીડર નિર્ણય લીધો છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણની બે બાજુઓ છે. શિક્ષણનું આ ધ્યેય સાથે અમે તબક્કાવાર આ દિશામાં આગળ વધ્યા છીએ તેની રૂપરેખા તેમણે આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર તરીકે અમે જવાબદાર રીતે કાર્ય કર્યુ છે. જે લોકો ૧૨ મી તારીખે રાજ્યવ્યાપી શાળા બંધનુ એલાન આપી શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે તેવા બેજવાબદાર લોકોને ઓળખી લેવાની નૂકતેચીની તેમણે કરી હતી. શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતિ સુનયના તોમરે જણાવ્યું કે, ફી નિયત્રંણ એ સામાજિક સુધારણાનું અડીખમ પગલું છે. દેશમાં માત્ર ગુજરાતમાં જ ફી અધિનિયમ અમલી બની શક્યો છે. દેશના અન્ય રાજ્યોમાં વર્તમાન ફી નું સંરક્ષણ કરી નવી ફી ના કાયદા અમલી બન્યા છે પરંતું સંપૂર્ણ ફી ના નિયત્રણનું પગલું દેશમાં માત્ર ગુજરાતમાં લેવાયું છે. અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ શ્રી પંકજભાઇ પટેલે જણાવ્યું કે, ફી અધિનિયમને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી હાઇકોર્ટનું સમર્થન અને અનુમોદન મળ્યું છે. આ અધિનિયમથી રાજ્યના ૩૭ લાખ જેટલા ગરીબથી માંડી તવંગર વિદ્યાર્થીઓને ફી નિયંત્રણનો લાભ મળશે. આ અવસરે જયેશભાઇ વાઢેર અને ઇલાબેન પટેલે વાલી તરીકેના અનુભવો વ્યક્ત કર્યા હતાં. આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ધારાસભ્ય સર્વ શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બાબુભાઇ પટેલ, જિલ્લાના ઉચ્ચ શિક્ષણાધિકારીઓ, રાજ્યના શાળા સંચાલકો, વાલી મંડળ તથા શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

(9:53 am IST)