Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ગુજરાત ATSને મોટી સફળતા, લશ્કરે તોયબાના આતંકી બિલાલની ધરપકડ

નવી દિલ્હી તા. ૧૧ : ATSને એક મહત્વની સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ દિલ્હી એરપોર્ટ પરથી બિલાલ કાવા નામનાં એક આતંકીને ઝડપી પાડયો હતો. બિલાલ કાવા ૨૦૦૦ની સાલમાં લાલ કિલ્લા હુમલાનાં કેસમાં ઘણા સમયથી ફરાર હતો.

આ આતંકીએ લાલ કિલ્લા પર હુમલા માટે બેંક મારફતે ફંડીંગ કર્યું હતું. બિલાલ કાવા લશ્કર-એ-તૈયબાનો આતંકી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીનાં લાલ કિલ્લા પર ૨૨ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ હુમલો થયો હતો.

આ હુમલામાં આર્મીનાં ત્રણ લોકો શહીદ થયાં હતાં. આ ઘટનામાં પોલીસે મામલો પણ દાખલ કર્યો હતો. ટ્રાયલ દરમ્યાન કોર્ટે ૧૧ આરોપીઓને દોષી જાહેર કરી દીધાં હતાં.

(9:24 am IST)