Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ચોખાની આડમાં દારૂની હેરાફેરી: બનાસકાંઠાના થરાદમાં પ૪ લાખનો મુદ્દામાલ જપ્‍ત : રની ધરપકડ

બનાસકાંઠાના થરાદમાં ચોખાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જેતડા પાસેથી આર આર સેલે દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું છે.વિદેશી દારૂની 489 પેટી દારૂ સાથે 2 આરોપીઓ ઝડપાયા છે. કુલ રૂ.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

ત્યારે બનાસકાંઠાના થરાદ ખાતેથી ચોખાની આડમાં દારૂની હેરફેર કરાતી હોવાની પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી હતી જેને પગલે આર.આર.સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલ એક ટ્રેલરને ઝડપી પાડ્યું હતુ.

2 લોકો સાથે ઝડપાયેલ દારૂ સહિત મુદ્દામાલ આશરે 54 લાખની કિંમતનો થવા જાય છે. ઘટનાને પગલે પોલીસે ફરીયાદ નોંધીને વિદેશી દારૂ કોણે મંગાવેલ અને ક્યાંથી મંગાવેલ તે અંગે પુછપરછ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે ગત માસની આખરી તારીખોથી ઠેર-ઠેર દારૂનો મોટો જથ્થો પકડાવાના બનાવો બનતા રહ્યા છે.

ત્યારે ગઇકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી 40 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો એક ગોડાઉનમાં ભરેલી હાલતમાં મળી આવતા તંત્ર દોડતુ થઇ ગયું હતુ. ત્યારે આજે સવારે પણ અમદાવાદના વાડજ વિસ્તાર ખાતેથી બનાવટી દારૂના જથ્થા સાથે 3 ઇસમોની ઘરપકડ કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.

(4:06 pm IST)