Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલનાં ડો. પ્રભાકર રાજીનામુ આપે : ભીમ શકિત સેનાના ધરણા

અમદાવાદ, તા. 10 : દલિત ડોક્ટરના સમર્થનમાં દલિત સમાજમાં હોબાળો મચેલો છે ત્યારે આજે સવારે ભીમ શક્તિ સેનાના કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જોકે સેનાના કાર્યકર્તાઓની એવી પણ માંગણી છે કે ડૉ. એમ.એમ.પ્રભાકર રાજીનામું આપે. સિવિલ હોસ્પિટલમાં ભીમ શક્તિ સેનાના કાર્યકર્તાઓ પહોંચીને દલિત ડોક્ટરના સમર્થનમાં ધરણા શરૂ કર્યા છે. ન્યાયની માંગ સાથે 40 જેટલા ભીમ સૈનિકો ડો. એમ.એમ.પ્રભાકર સિવિલ હોસ્પિટલ અધિક્ષકની ઓફિસ બહાર બેઠા છે. ડો.એમ.એમ.પ્રભાકરનું રાજીનામાંની માંગણી કરી અને દલિત ડોકટરને ન્યાય મળે તેની માંગ કરવામાં આવી છે.

(1:25 pm IST)