Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

અમદાવાદમાં વિદેશી દારૂમાં ફ્રુટના પીણા મિક્સ કરીને બિયરની બોટલમાં વેચતા ર ઝડપાયા

અમદાવાદ: અમદાવાદના વાડજ વિસ્તારમાં વિદેશી દારૂ લાવીને બનાવટી દારૂ બનાવતા 2 આરોપીને ઝડપી લેવાયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા વાડજના જવાહરનગર પાસે છાપરામાં કેટલાક શખ્સ વિદેશી દારૂ વેચતા હતા.

પોલીસે દરોડા પાડી દારૂ વેચતા શંકર મારવાડી સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી વિદેશી દારૂની 247 બોટલો પણ પોલીસે જપ્ત કરી છે. પોલીસને તપાસમાં માલૂમ થયું હતું કે, બન્ને આરોપી વિદેશી દારૂમાં ફ્રુટના પીણા મિક્ કરીને હાઈ બ્રાન્ડ બિયરની બોટલમાં પેક કરીને વેચતા હતા.

એટલું નહીં લોકો બોટલો પર ખોટા સ્ટીકરો લગાવીને તેને બ્રાન્ડેડ કહી વેચતા હતા અને લોકો પાસેથી ઉંચી રકમ પડાવતા હતા. મામલે પોલીસે 110 ખાલી બોટલો પણ જપ્ત કરી છે.

પોલીસને જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી વાડજના વિસ્તારમાં કેટલાક લોકો નકલી દારૂ વેચી રહ્યા છે. પોલીસે રેડ પાડતા આરોપીઓ ઝડપાઈ ગયા હતા. છેલ્લા કેટલાય સમયથી શહેરમાં ધમધમતા દારૂના અડ્ડા પર પોલીસે પોતાનો સંકજો કસ્યો છે.

શહેરમાં ચાલી રહેલા દારૂના અડ્ડા માટે દલિત નેતા અને અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સતત વિરોધ કરી રહ્યા છે અને અડ્ડાઓ પર કાર્યવાહી કરવા માટે પોલીસને ટોળા સાથે મજબૂર પણ કરી રહ્યા છે.

(12:49 pm IST)