Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ઇમિગ્રેશન પુરાવા રજૂ કરવાનું નિત્યાનંદ આશ્રમને સૂચન થયું

ગુમ યુવતિઓની હેબીયર્સ અરજીમાં આદેશ : લાપત્તા બન્ને યુવતિઓને અમદાવાદમાં લાવવા માટે બધો ખર્ચ આશ્રમે કરવો પડશે : ૨૦મીએ વધુ સુનાવણી કરાશે

અમદાવાદ, તા.૧૦ : હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા  અને તેની બહેનના મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી હેબીયર્સ કોર્પસ અરજીની આજે વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં હાઇકોર્ટના અગાઉના આદેશ છતાં બંને યુવતીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં પોલીસ નિષ્ફળ રહેતાં હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. વધુમાં, હાઇકોર્ટે બંને યુવતીઓના ઇમીગ્રેશનના પુરાવા રજૂ કરવા નિત્યાનંદ આશ્રમના વકીલને નિર્દેશ કર્યો હતો. સાથે સાથે હાઇકોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે, બંને યુવતીઓને અમદાવાદ લાવવાનો ખર્ચ આશ્રમે ભોગવવાનો રહેશે. કેસની વધુ સુનાવણી તા.૨૦મી ડિસેમ્બરના રોજ મુકરર કરાઇ હતી. હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા મામલે તેના પિતા જનાર્દન શર્માએ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન અગાઉ હાઇકોર્ટે રાજય સરકાર અને પોલીસ સત્તાવાળાઓને જોરદાર ફટકાર લગાવી હતી.

            હાઇકોર્ટે સરકારપક્ષ અને પોલીસ સત્તાધીશોને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે ત્રિનિદાદ જવુ પડે તો જાઓ પરંતુ બંને યુવતીઓને હાઇકોર્ટમાં હાજર કરો. પોલીસ અને સત્તાવાળાઓને બંને યુવતીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ ગઇ છે તે વાસ્તવિકતા છે. યુવતીઓને કોઇના દબાણમાં નિવેદન આપી રહી છે કે કેમ તે જાણવુ કોર્ટ માટે રૂરી છે. કોર્ટને બંને યુવતીઓની ચિંતા છે. સરકાર કે કોઇપણ એજન્સીઓની મદદ લો પણ યુવતીઓની ભાળ મેળવી તા.૧૦મી ડિસેમ્બર સુધીમાં તેઓને અદાલત સમક્ષ હાજર કરો. જો કે, હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં આજે પોલીસ બંને યુવતીઓને અદાલત સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. જેથી હાઇકોર્ટે  મામલે ગંભીર નારાજગી વ્યકત કરી હતી.

(8:57 pm IST)