Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

એકના ડબલ કરવાની લાલચમાં બેચરાજીના ડોડીવાડા ખેડૂતે રૂપિયા 13.50 લાખ ગુમાવ્યા: પોલીસે બે વિરોધ નોંધી છેતરપિંડીની ફરિયાદ

મહેસાણા: મિત્રતાના નાતે સંપર્કમાં આવેલા એક ખેડૂતે પૈસા એકના ડબલ કરવાની લાલચમાં આવી જઈને પોતાની ખેતીલાયક જમીન ઉપર એકઠા કરેલા રૃ.૧૩.૫૦ લાખની રકમ ગુમાવી દીધી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંગે બેચરાજી પોલીસે બે વ્યક્તિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.બેચરાજી તાલુકાના ડોડીવાડા ગામમાં આવેલા ઠાકોરવાસમાં રહેતા ભેમાજી હલાજી ઠાકોર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના એક મિત્ર રમેશજી ઠાકોરે થોડા સમય અગાઉ હારીજ તાલુકાના ગોવના ગામના ભોજાજી ઠાકોર સાથે મુલાકાત કરાવી હતી. વાતચીતમાં ભોજાજીએ કહ્યું હતું કે ઊંઝા તાલુકાના રણછોડપુરાના ચેનાજી બદસંગ ઠાકોર અને હું રૃપિયા એકના ડબલ કરી આપવાનું કામ કરીએ છીએ. જો તમારે કરવા હોય તો કહેજો તેવું કહીને ભેમાજીનો વિશ્વાસ કેળવ્યો હતો. લાલચમાં આવી ગયેલા ડોડીવાડાના ખેડૂતે શરૃઆતમાં એકના ડબલ કરવા માટે રૃ.૧૦ હજાર આવ્યા હતા. બીજા દિવસે ભોજાજીએ તે બદલ ડબલ કરીને રૃ.૨૦ હજાર આપ્યા હતા.

(5:04 pm IST)