Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

મહેસાણામાં પ્રવેશ માટે હાર્દિક પટેલે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ઉમિયા માતા મંદિરમાં યોજાનાર ધાર્મિક વિધિમાં હાજર રહેવા માટે જામીનની શરતોમાં રાહત આપવા માંગ

અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલે સોમવારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે મહેસાણામાં પ્રવેશવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટની મંજૂરી માંગી છે

 કોર્ટે 15થી 24 ડિસેમ્બર દરમિયાન મહેસાણામાં પ્રવેશ ના કરવાની શરતે જામીન આપ્યા હતા. જો કે હવે હાર્દિક પટેલે શરતમાં રાહત આપવાની કોર્ટ પાસે માગણી કરી છે.

 ઉમિયા માતા મંદિરમાં યોજાનાર ધાર્મિક વિધિમાં હાજર રહેવા માટે હાર્દિક પટેલના વકિલે કોર્ટમાં જામીનની શરતોમાં રાહત આપવાની માગણી કરતી અરજી દાખલ કરી છે. ગુજરાત સરકારે કહ્યું કે- હાર્દિક પટેલની એન્ટ્રીથી મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમમાં મુકાશે કે કેમ તે અંગે પોલીસનું મંતવ્ય લેવું જરૂરી છે. આ મામલે હાઈકોર્ટે સંબંધિત પોલીસ અધિકારીને મંગળવારે કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.

(12:44 pm IST)
  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST

  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST