Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આણંદ: વિદ્યાનગરમાંથી વીજ ચોરી કરતા 20 ઈસમોને ચેકીંગ દરમ્યાન ઝડપવામાં આવ્યા: 17 હજારનો દંડ ફટકારાયો

આણંદ:વિદ્યાનગરની વીજ કચેરીઓની ટીમ દ્વારા એકાએક વીજ ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓવરલોડ વીજ વપરાશ કરતા ર૦ ગ્રાહકોને ઝડપીને રૂ. ૧૭૬૦૦ દંડ વસૂલ્યો હતો. 
આણંદ શહેરમાં બે કિલો વીજ લોડ હોવા છતાંયે કેટલાક ગ્રાહકો દ્વારા ચાર કિલો વીજ લોડ વાપરવામાં આવતો હોવાથી વીજભાર વધી જવાના પગલે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર બળી જવાના બનાવ બનતા હતા. આ સમસ્યાના નિરાકરણ માટે એમજીવીસીએલ દ્વારા રપ૦ ઉપરાંત વીજધારકોના વીજ મીટરોની ચકાસણી કરી હતી. 
જેમાં આણંદ શાસ્ત્રી ડિવિઝન અને વિદ્યાનગર સબ સ્ટેશનના ર૦ વીજ ધારકો વધુ વીજ લોડ ચોરીમાં ઝડપાયા હતા. જેઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ આણંદ, વિદ્યાનગર ઉપરાંત કરમસદ, ઉમરેઠમાં પણ વીજ કંપનીની ટીમો દ્વારા વધુ વીજવપરાશ કરનાર ગ્રાહકોને ઝડપીને દંડ વસૂલાત કરાશે.

(5:25 pm IST)