Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમદાવાદના વિરાટનગરમાં કોર્પોરેટર દ્વારા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવતા હોબાળો

અમદાવાદ:શહેરના વિરાટનગર વોર્ડના કોંગ્રેસના એક કોર્પોરેટરે વોટ્સએપ ગુ્રપમાં વીસથી વધુ અશ્લિલ ફોટાઓ અને વીડિયો ક્લીપ ફોરવર્ડ કરી દેતા આ બાબત આજે દિવસભર શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓના 'નવસર્જન ' નામના વોટ્સએપ ગુ્રપમાં આ હરકતથી હોબાળો મચી ગયો હતો. ટીકા-ટીપર્ણીઓ બાદ આશરે એક ડઝનથી પણ વધુ સભ્યોએ આ ગુ્રપ છોડી દીધું હતું.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે રવિવારે સવારેેે ૧૦ વાગ્યે 'નવસર્જન ' નામના વોટ્સએપ ગુ્રપમાં વિરાટનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રણજીતસિંહ બારડના મોબાઇલ નંબર પરથી અશ્લિલ ફોટાઓ અને વીડિયો શેર કરાયા હતા. જેને લઇને આ ગુ્રપના સભ્યો શરમજનક સ્થિતિમાં મૂકાઇ ગયા હતા.

આ બાબતને લઇ ગુ્રપના સભ્યોએ આક્રોશભેર આ હરકતની આકરા શબ્દોમાં નીંદા કરી હતી. અને કોર્પોરેટરને ગુ્રપમાંથી કાઢી મૂકવાની પણ વાત કરાઇ હતી. જોકે સ્થિતિ પામી ગયેલા કોર્પોરેટરે ભુલથી અશ્લિલ ફોટા, વીડિયો શેર થયા હોવાનું જણાવીને ગુ્રપના તમામ સભ્યોની માફી માંગી લીધી હતી.

(5:19 pm IST)