Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામા આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો :આંકડો ૧૭.૫૦ લાખને પાર પહોંચ્યો

ધોરણ-12માં લેઇટ ફી સાથે ફોર્મ ભરવાનું ચાલુ :ધોરણ-10 માટે છેલ્લો દિવસ

અમદાવાદ :ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓ વધશે. ધો.૧૦ અને ૧૨માં અત્યાર સુધી બોર્ડમાં ભરાયેલા ઓનલાઈન ફોર્મનો આંકડો ૧૭.૫૦ લાખને પાર થઈ ચુક્યો છે.

  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૭મી માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે.જે માટે ધો.૧૨ સાયન્સ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ફોર્મ ભરવાની નિયત મુદ્દત પુરી થઈ ચુકી છે અને હાલ લેઈટ ફી સાથે ફોર્મ ભરાઈ રહ્યા છે. જ્યારે ધો.૧૦માં ૧૦મીએ વધારેલી નિયત મુદ્દત પુર્ણ થનાર છે. ત્યારબાદ ૩૧મી સુધી લેઈટ ફી સાથે ફોર્મ ભરાશે

 .અત્યાર સુધી ભરાયેલા ફોર્મની વિગત મુજબ ધો.૧૦માં ૧૧.૨૦ લાખે જેટલા ફોર્મ ભરાયા છે જ્યારે ધો.૧૨ સાયન્સમાં ૧.૫૫ લાખથી વધુ ફોર્મ ભરાયા છે અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૦ લાખ જેટલા ફોર્મ ભરાયા છે. જો કે, લેઈટ ફી સાથેની મુદ્દત પુરી થયા બાદ ફાઈનલ સંખ્યા જાહેર થશે

     
(12:28 pm IST)