Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સાબરમતી નદીમાં આડેધડ ઠાલવતા પ્રદુષિત પાણીથી નદીપટના ગામોની કફોડી સ્થિતિ :માખી- મચ્છરનો ઉપદ્રવ

અસહ્ય દુર્ગંધથી આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ : ખેતરોમાં રાત્રિ રોકાણ કરવું મુશ્કેલ

અમદાવાદમાં ગટરના તેમજ કેમિકલ યુક્ત પાણી આડેધડ સાબરમતી નદીમાં ઠલવાતા નદી કિનારા પર આવેલા ગામોની સ્થિતિ કફોડી બની છે હાલમાં નદીનું પાણી કાળુ ડામર જેવું ભાસી રહ્યું છે. અસહ્ય દુર્ગંધથી આજુબાજુના ગામના લોકો પણ ત્રાસી ગયા છે. માખી-મચ્છરના ઉપદ્રવથી ખેતરોમાં રાત્રિ રોકાણ પણ ખેડૂતો કરી શકતા નથી.

  સાબરમતી નદીપટના કમોડ, પાલડી-કાંકજ, મીરોલી, નવાપુરા, સરોડા, ચંદીસર, આંબલીયારા, રસીકપુરા, ઇંગોલી, જુના વણઝર, બાકરોલ, વિસલપુર, નાના-મોટા છાપરા, ભાત, કાસીન્દ્રા સહિતના નદી કિનારાની આજુબાજુમાં વસેલા ગામો સાબરમતી નદીના દુષિત પાણીને લઇને પારાવાર હાલાકીઓ ભોગવી રહ્યા છે

  હાલમાં સરોડા પાસે નદીમાં ખૂબ જ ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું છે. આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ પશુઓ પાણી પી શકતા નથી. ખેતીમાં વપરાશ કરાય તો જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. આ વિસ્તારમાં પાકતી શાકભાજીનો ઉપાડ થતો નથી.

(12:27 pm IST)