Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

નસવાડીમાં કપાસના એક વેપારીની દુકાનમાં લાગી આગ :700 મણ કપાસ બળીને ખાખ

દુકાન ઉપરથી પસાર થતા હાઈટેન્શન વાયરમાં ફોલ્ટ થતાં તેના તણખા કપાસના ઢગલા પર પડ્યાં

નસવાડીમાં કપાસના એક વેપારીની દુકાનમાં લાગી આગ હતી. દુકાન પરથી પસાર થતાં હાઈટેન્શન વાયરમાં ફોલ્ટ થતાં તેના તણખા કપાસના ઢગલા પર પડ્યાં હતા જેને કારણ એકાએક આગ લાગી હતી આગને કારણે અંદાજે 700 મણ કપાસ બળીને ખાખ થઈ ગયું હતું . ફાયર ફાઈટરનો અભાવ હોવાથી પાણીના ટેન્કરો મંગાવીને આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા .

(9:01 am IST)