Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સમગ્ર હારીજ શહેર ત્રીજી આંખથી સજ્જ :35 જગ્યાએ 64 કેમેરા લગાવાયા

ત્રણ કિલોમિટરની રેન્જમાં કામ કરશે ;સમગ્ર શહેરની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી રહેશે નજર

પાટણ જિલ્લાનું હારીજ શહેરને સીસીટીવીથી સજ્જ કરાયું છે. સમગ્ર શહેરમાં 35 જગ્યાએ 64 સીસીટીવી કેમેરા લગાવાયા છે

 રાજ્ય સરકારના ગૃહવિભાગના ત્રીનેત્ર કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા વિસ્તારોમાં શહેરને ત્રીજી આંખથી સજ્જ કરવાની યોજના છે જેના ભાગ રૂપે હારિજ નગરપાલિકા અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર હારિજને 64 જેટલા સીસીટીવી કેમેરાથી સુરક્ષા માટે પગલું ભરાયું છે. જે ત્રણ કિલોમિટરની રેન્જમાં કામ કરશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે હારિજ જિનિંગ મિલ અને વેપારી મથક છે. અને અહીં ગુનાખોરી વધી રહી છે. આ કાર્યક્રમના લોકાર્પણમાં રેન્જ આઈજી ડી.બી.વાઘેલા અને એસપી શોભા ભૂડતા ઉપરાંત હારીજના ધારાસભ્ય અને રાજ્યના શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોર હાજર રહ્યા હતા.

(9:00 am IST)