Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વિરમગામ નગરપાલીકાની ભુગર્ભ ગટર યોજનના પ્રશ્ન બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી

વિરમગામ નગરપાલીકાના ઉપપ્રમુખ દિપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા પત્ર લખીને રજુઆત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ નગરપાલીકાના ભુગર્ભ ગટર યોજનના પ્રશ્નો દિનપ્રતિદિન વધતા જાય છે. વિરમગામ ભુગર્ભ ગટરના પ્રશ્નના નિવારણ લાવવા માટે અગાઉ પણ વારંવાર સરકારમાં રજુઆત કરવામાં આવેલી છે. હાલમાં ભુગર્ભ ગટરના પ્રશ્નો નગરપાલીકામાં સામાન્ય વહીવટ કરવામાં નડતર રૂપ થતા હોઇ આ બાબતે ટેકનીકલી સક્ષમ એજન્સી દ્વારા ડી.પી.આર બનાવી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને મોકલી આપેલ હોઇ મંજુરી આપવા અને ગામતળ વિસ્તાર માટે એસ.ટી.પી ની સુવિધા એન.જી.ટી ની ગાઇડલાઇન મુજબ જરૂર હોઇ એસ.ટી.પી ના અંદાજ બનવા સુચનાઓ થવા વિનંતી છે. તેમ વિરમગામ નગરપાલીકાના ઉપ પ્રમુખ દિપાબેન મિલનભાઇ ઠક્કર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે 

 વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોની સુખાકારીમાં પ્રાણ પ્રશ્ન રૂપ ભૂગર્ભ ગટર યોજના માટે આજ દિવસ સુધી થયેલ કામગીરી ની રૂપરેખા (1) સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના તળે કેજ-1 તથા ફેજ -2 એમ કુલ-2 ભાગમાં ભૂગર્ભ ગટર યોજના બનાવવાનું (સુધારણા તથા વિકસતી વિસ્તારમાં નવું નેટવર્ક) નક્કી કરવામાં આવ્યું.(2) બન્ને ફેજની P.M.C માર્શ પ્લાનિંગ,અમદાવાદ હતી જ્યારે એજન્સી અલગ-અલગ હતી (3) માર્શ પ્લાનિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડી.પી.આર મુજબ નિયત થયેલ એજન્સી પાસે P.M.C દ્વારા સુપર વિઝન કરવામાં આવ્યું જેમાં બન્ને ફેજમાં રહી ગયેલ કામો તથા અધુરા કામો અંગે દુર્લક્ષ સેવામાં આવ્યું બન્ને ફેજમાં કામો અધૂરા છોડવામાં આવેલા છે.અને નગરપાલિકાના પ્રશ્નોનું નિવારણ થાય તે મુજબ કામો કરવામાં આવેલ નથી,ફેજ-૨ માં ભૂગર્ભ ગટર યોજના ના નેટવર્કના કામો અધૂરા,ક્ષતિગ્રસ્ત તથા હલકી ગુણવત્તા વાળા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ કામોની મરમત્ત અને નિભાવ ની કામગીરી ફેજ-૨ ની એજન્સી પી.સી સ્નેહલ દ્વારા આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી.

(4) ભૂગર્ભ ગટરના પ્રશ્નો ને કારણે તા.2/8/2018 ના રોજ મે.જિલ્લા કલેકટર સાહેબશ્રી,અમદાવાદ સમક્ષ થયેલ સમીક્ષામાં જી.યુ.ડી.સી ને વિરમગામ નગરપાલિકાની તમામ ફરિયાદોનું સંકલન કરી નવો ફેજ-૩ બનાવી જણાવવામાં આવ્યું.(5) તા.22/ /2019ના રોજ જી.યુ.ડી.સી મારફત ફેજ-3 બનાવી સાદર કરવામાં આવેલ જેમાં સમાવિષ્ઠ કામોની યાદી તથા વિગત નગરપાલિકાના જા.નં.727 તા.2/7/2021 થી લખવામાં આવેલ પત્ર જણાવ્યા મુજબ છે.(6) ફેજ-2 હેઠળ નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર ની લાઇન નું નેટવર્ક 59 કી.મી છે. આટલા મોટા નેટવર્ક ની સફાઈ ફેજ-2 ની એજન્સી દ્વારા કયારેય કરવામાં આવેલ નથી જેના કારણે પાઇપોમાં સ્લેજ તથા ઘન કચરો જમા થઇ જવાના કારણે પાઇપો ચોકઅપ થઇ ગયેલ છે.

(7) વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ના કામ સૌપ્રથમ પાણી પુરવઠા બોર્ડ ના સને-1975 ની આસ પાસ કરવામાં આવેલ તેની આવરદા પુરી થઈ ગયેલી ગણાય કારણકે શહેરના મોટા ભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રહેણાક વિસ્તાર તથા શહેરના મુખ્ય રસ્તા પર ઉભરાઇને બહાર આવે છે.જેના કારણે નગરપાલિકાના કર્મચારીઓ/અધિકારીઓ/પદાધિકારીઓ ને જાહેર જનતા ના રોષનો સામનો કરવો પડે છે,

ઉપરોક્ત બાબતો ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજનાનો ફેજ-3 ના કામો ના ડી.પી.આર ને મંજુરી આપવા અને કેજ-1 માટે STP ની દરખાસ્ત તૈયાર કરવા તાત્કાલિક સૂચનાઓ આપવા વિનંતી સહ લેખિત માંગણી નગરપાલિકા ઉપપ્રમુખ દીપાબેન ઠક્કર દ્વારા કરવામાં આવેલ છે

(6:57 pm IST)