Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

તડવીકુંજ હાઇવે પરથી વેગેનારમાંથી રૂપિયા 2.57 લાખનો પ્રોહી.નો મુદામાલ પકડી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના તડવીકુંજ હાઇવે પરથી સાગબારા પોલીસે લાખોનો પ્રોહીબિશનનો મુદામાલ ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર તા.8 નવેમ્બરે રાતે નવેક વાગે સાગબારા પોલીસે તડવીકુંજ હાઇવે માર્ગ પરથી વેગેનાર ગાડી નંબર-GJ-05-BX-4801 મા બે પુઠાના મોટા બોકસમા તથા બે બેગમા ગે.કા.ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની તથા પ્લાસ્ટીકની બોટલો નંગ-૯૮ કિ.રૂા.૫૩,૩૯૦ તથા બિયર ટીન નંગ-૨૪ કિ.રૂા.૨૪૦૦ મળી કુલ રૂા.૫૫,૭૯૦નો પ્રોહી મુદ્દામાલ વેગેનાર ગાડીમા હેરાફેરી કરતા વેગેનાર ગાડી નંગ-૧ કિ.રૂા.૨,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા.૧૫૦૦મળી કુલ રૂા.૨,૫૭,૨૯૦ ના મુદ્દામાલ સાથે મહમદ શાહનવાજ અબ્દુલગની મુલ્લા (રહે. ઉમરવાળા અંકલેશ્વર) ને ઝડપી પાડ્યો હતો.કેસની તપાસ સાગબારા પીએસઆઇ કે.એલ. ગળચર કરી રહ્યા છે.

(11:25 am IST)