Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજપીપળા ગાર્ડનમાં રમત ગમતની જગ્યામાં દુકાનો બનાવવા બાબતે મુખ્ય અધિકારીએ કરી સ્પષ્ટતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પબ્લિક ગાર્ડન મા બાળકો ના રમત ગમતના સાધનો ને હટાવી ને વૃક્ષો કાપીને પાલિકાએ ખાણી પીણીની દુકાનો બનાવવાની કામગીરી કરતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો.

જેમાં રાજપીપળાના તડવી હિરેનકુમાર રાજેશભાઈ દ્વારા આ મામલે કુલ 9 મુદ્દા ને ટાંકી ને પ્રાદેશિક કમિશનર સુરતને રાજપીપળા નગરના બાળકો , વૃધ્ધ અને નાગરિકોની લાગણીને માન આપી જાહેર હિત મા દુકાનોના બાંધકામની કામગીરીને સ્થગિત કરવાની માંગણી કરાતા પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે દિન ૭ માં અહેવાલ મંગાવવામાં આવ્યો હતો 

 આ બાબતે અમારા રાજપીપળા પ્રતિનિધિએ પાલિકાના મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા સાથે વાત કરતા તેમણે શુ જણાવ્યુ કે આ એક ફૂડ કોટ બની રહ્યું છે એમાં શોપિંગ સેન્ટર કે અનુ કઈ લેવાદેવા નથી પ્રાદેશિક કમિશ્નરમાંથી આ બાબતે અહેવાલ મંગાવ્યો છે તે અમે સમયસર રજૂ કરી દઈશું.

(11:16 am IST)