Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

વિરમગામના અનેક મંદિરોમાં ભવ્ય અન્નકુટ ઉત્સવ યોજાયો : પરંપરાગત રીતે હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરાઈ

ભગવાનને વિવિધ મીઠાઇઓ, ફરસાણ, અવનવી વાનગીઓ સહિત છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેર શહિત પંથકમાં આવેલા અનેક મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા. પરંપરાગત રીતે હિન્દુ નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિરમગામના ઐતિહાસીક રામમહેલ મંદિરમાં મહંતશ્રી રામકુમારદાસજી બાપુની દિવ્ય પ્રેરણાથી ભગવાનને વિવિધ મીઠાઇઓ, ફરસાણ, અવનવી વાનગીઓ સહિત  છપ્પન ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિરમગામ શહેરમાં આવેલા  સ્વામિનારાયણ મંદિર, સોકલી ગુરૂકુળ સ્વામિનારાયણ મંદિર,  શ્રી વિશ્વકર્મા મંદિર, શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિર સહિતના અનેક મંદીરોમાં અન્નકુટ ઉત્સવની ભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

(11:15 am IST)